કોરોના વાઈરસ અંગે ચિંતાજનક સમાચાર આવ્યાં, હવે નવું જોખમ તોળાઈ રહ્યું છે
કોરોના વાઈરસ સંબંધિત એક નવા જોખમનો ખુલાસો થયો છે. જાપાનમાં કોરોના વાઈરસની બીમારીથી ઠીક થયેલી મહિલામાં ફરીથી કોરોના વાઈરસના લક્ષ્ણો જોવા મળ્યાં છે.
ટોકિયો: કોરોના વાઈરસ સંબંધિત એક નવા જોખમનો ખુલાસો થયો છે. જાપાનમાં કોરોના વાઈરસની બીમારીથી ઠીક થયેલી મહિલામાં ફરીથી કોરોના વાઈરસના લક્ષ્ણો જોવા મળ્યાં છે. આ મહિલા પહેલા કોરોના વાઈરસની દર્દી હતી અને પછી હોસ્પિટલમાં ટ્રિટમેન્ટ બાદ સાજી થઈ ગઈ હતી અને હોસ્પિટલે તે મહિલાને ઘરે જવાની મંજૂરી પણ આપી દીધી. પરંતુ થોડા દિવસ બાદ મહિલા ફરીથી હોસ્પિટલમાં આવી તો ટેસ્ટમાં તે ફરીથી કોરોના વાઈરસથી સંક્રમિત થયેલી જોવા મળી. જેને લઈને હવે પ્રશાસનમાં હડકંપ મચી ગયો છે.
દિલ્હીમાં ભયાનક હિંસાથી સ્તબ્ધ થયા UN મહાસચિવ, આપ્યું મોટું નિવેદન
અત્રે જણાવવાનું કે કોરોના વાઈરસથી પીડાતી આ મહિલાની ઉંમર 40 વર્ષ છે. આ મહિલાને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની જાણકારી પહેલીવાર 29મી જાન્યુઆરીએ મળી હતી. આ મહિલા ચીનના વુહાનમાં ટુરિસ્ટો માટે ગાઈડનું કામ કરતી હતી. જાન્યુઆરીમાં ચીનમાં કોરોના વાઈરસ ફેલાયા બાદ આ મહિલા પણ કોરોના વાઈરસથી પીડાઈ હતી. ત્યરાબાદ 6 ફેબ્રુઆરીના રોજ આ મહિલાની સારવાર શરૂ થઈ અને એક અઠવાડિયામાં સાજી થઈ તો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube